નિર્ગમન 19:7 · ગુજરાતી બાઇબલ
આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં.
Cross references
નિર્ગમન 3:16
યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, “હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે;
નિર્ગમન 4:28
મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું.
નિર્ગમન 4:29
ત્યારબાદ મૂસા અને હારુન ગયા અને ઇસ્રાએલના લોકોના બધા વડીલોને એકત્રીત કર્યા.
1 કરિંથીઓને 15:1
હવે ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું કે તમે સુવાર્તાને યાદ રાખો કે જે વિષે મેં તમને કહ્યું હતું.