પછી મૂસાએ પોતાના સસરાનું કહ્યું સ્વીકાર્યું, અને તેણે તે પ્રમાંણે કર્યુ.
Cross references
તેથી મૂસા જ્યારે દેવના પર્વત પાસે છાવણી નાખીને રહ્યો હતો, ત્યારે યિથ્રો મૂસા પાસે ગયો. અને તેની સાથે મૂસાની પત્ની સિપ્પોરાહ ને લાવ્યો, જેને પહેલા મૂસાએ તેમના બે પુત્રો સાથે યિથ્રો પાસે મોકલાવેલ હતા.
હું તને સલાહ આપું છું, તારે શું કરવું જોઈએ, એ હું તને બતાવું છું. “હું દેવને પ્રાર્થના કરું છું કે દેવ તને મદદ કરે. તારે દેવ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો તેમની આગળ રજૂ કરવા જોઈએ.
ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની વિધમીર્ સ્ત્રીઓને પરણીને દેવનો અવિશ્વાસ કર્યો છે. તેમ છતાં ઇસ્રાએલીઓ માટે હજી આશા છે.
ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇસ્રાએલીઓને સમ ખવડાવ્યા કે અમો એ વચન પ્રમાણે જ કરીશું. તેથી તેઓએ સમ ખાધા.
તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.
આંખ હાથને નથી કહી શકતી કે મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.”