Home Bibles નિર્ગમન 17:4 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 17:4 · ગુજરાતી બાઇબલ

આથી મૂસાએ યહોવાને પોકાર કર્યો, “આ લોકો સાથે હું શું કરું? તેઓ મને માંરી નાખવા તૈયાર છે.”

Cross references

નિર્ગમન 14:15

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું મને શા માંટે પોકાર કરે છે? ઇસ્રાએલના લોકોને આગળ વધવા માંટે આજ્ઞા કર.

નિર્ગમન 15:25

એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું.ત્યાં દેવે લોકોને ન્યાય કર્યો તથા એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાંજ તેમની કસોટી કરી.

ગણના 11:11

મૂસાએ યહોવાને કહ્યું, “તમે માંરી આવી ભૂંડી દશા શા માંટે કરી? તમને દ્વિધા થાય એવું મે શું કર્યુ છે? સમગ્ર ઇસ્રાએલી લોકોની જવાબદારી લેવા તમે મને કેમ પસંદ કર્યો?

ગણના 14:10

તેમ છતાં લોકો યહોશુઆ અને કાલેબને પથ્થરે માંરવાની ધમકી આપતા હતા, પરંતુ તે જ સમયે યહોવાનું ગૌરવ મુલાકાતમંડપ પર બધા ઇસ્રાએલીઓ સમક્ષ પ્રગટ થયું.

ગણના 16:19

તે દરમ્યાન કોરાહે સમગ્ર સમાંજને મૂસા અને હારુન વિરુદ્ધ ઉશ્કેરીને એ બે જણની સામે ભેગા કર્યા હતા. ત્યાં તો યહોવાના ગૌરવે સમગ્ર સમાંજને દર્શન દીધાં.

1 શમુએલ 30:6

દાઉદ ભારે મુશ્કેલીમાં હતો, કારણ તેમના કુટુંબો ખોવાને કારણે તેના માંણસો બહું ઉદાસ બની ગયા હતા અને તેઓ બધા એને માંરી નાખવા માંગતા હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાંથી બળ પ્રાપ્ત કર્યુ હતું.

ગીતશાસ્ત્ર 99:6

તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે, સહાયને માટે યહોવાને વિનંતી કરી; ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.

યોહાન 8:59

જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.

યોહાન 10:31

ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા.

પ્રેરિતોનાં ક્રત્યો 7:50

સ્મરણ કરો મેં જ આ બધી વસ્તુઓ બનાવી છે!”‘ યશાયા 66:1-2

પ્રેરિતોનાં ક્રત્યો 14:19

પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે.

Interlinear

Choose Theme