નિર્ગમન 16:5 · ગુજરાતી બાઇબલ
રોજ લોકો એક દિવસ પૂરતું જ અનાજ ભેગું કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણું ભેગું કરીને રાંધી રાખવું.”
Cross references
નિર્ગમન 16:22
અને પછી અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો ખોરાક ભેગો કર્યો. પ્રત્યેક વ્યક્તિ દીઠ 16 કપ. પછી એ સમાંજના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.
નિર્ગમન 35:2
“માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી.
લેવીય 25:21
તેનો ઉત્તર આ છે, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલા મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.
લેવીય 25:22
તમે આઠમે વરસે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના પાકમાંથી તમે ખાશો.