જ્યારે ફારુનને ખબર આપવામાં આવી કે, ઇસ્રાએલના લોકો ભાગી ગયા છે. ત્યારે તેનું અને તેના અમલદારોનું વલણ બદલાઈ ગયું. તેમણે કહ્યું આપણે શું કર્યુ, “ઇસ્રાએલીઓને આપણે જવા કેમ દીધાં? આપણે આપણા ચાકરોને ગુમાંવ્યા છે.”
Cross references
ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે, યાકૂબ ભાગી ગયો છે.
મિસરવાસીઓ, એ લોકોને જેમ બને તેમ વહેલા દેશ છોડી જવા દબાણ કરીને કહેવા લાગ્યા, “જો તમે લોકો નહિ જાઓ તો અમે બધા મરી જઈશું.”
દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા; અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં.
“જ્યારે માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર આવે છે, પછી નિર્જળ પ્રદેશોમાં આરામ માટેની જગાની શોધમાં તે ભટકતો ફરે છે. પણ તે આત્માને આરામ માટેની જગ્યા મળતી નથી. તેથી આત્મા કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તે જ ઘરમાં હું પાછો જઇશ.’
તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે.