Home Bibles નિર્ગમન 14:27 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 14:27 · ગુજરાતી બાઇબલ

એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા.

Cross references

નિર્ગમન 14:21

મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.

નિર્ગમન 15:1

પછી મૂસાએ અને ઇસ્રાએલના લોકોએ યહોવાના માંનમાં આ ગીત ગાયું:“હું યહોવાના માંનમાં ગાયન કરીશ, એણે મહાન વિજય પ્રાપ્ત કર્યો! સાગરની અંદર કઈક અશ્વોના અસવારને ડુબાડયાં,

પુનર્નિયમ 11:4

અને મિસરનું લશ્કર તેના ઘોડા અને રથો તમાંરો પીછો કરતાં હતાં, ત્યારે રાતા સમુદ્રના પાણી તેમના પર ફરી વળે એ રીતે તેમણે તેમનો કેવી રીતે સદંતર વિનાશ કર્યો હતો તે તમે કયાં નથી જાણતા?

યહોશુઆ 4:18

કરાર કોશ ઉપાડનારા યાજકો નદીમાંથી બહાર આવ્યાં, અને જ્યારે તેમનો પગ નદીની બીજી બાજુંની જમીનને અડ્યો, તરત નદીનો પ્રવાહ શરૂ થયો અને પહેલાની જેમ પાણીએ તેના કિનારા છલકાવ્યાં.

યહોશુઆ 24:7

પણ તમાંરા પૂર્વજોએ માંરી મદદ માંટે રૂદન કર્યુ-યહોવા અને મેં મિસરીઓની વચ્ચે અંધકારનો પડદો નાખી દીધો. અને તેમના ઉપર સમુદ્રને રેલાવી તેમને ડુબાવી દીધા. મેં મિસરના શા હાલ કર્યા, તે તમે નજરો નજર નિહાળ્યું છે,‘ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ઇસ્રાએલી લોકો રણમાં રહ્યાં.

ન્યાયાધીશો 5:20

આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.

ગીતશાસ્ત્ર 78:53

તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.

ગીતશાસ્ત્ર 136:15

ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

હિબ્રૂઓને પત્ર 11:29

વિશ્વાસથી ઈસ્રાએલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા તેમની પાછળ પડેલા ઈજીપ્તના લોકો તેમ કરવા જતાં ડૂબી (સમુદ્રમાં) ગયા.

Interlinear

Choose Theme