નિર્ગમન 10:24 · ગુજરાતી બાઇબલ
ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.”
Cross references
ઊત્પત્તિ 34:23
જો આપણે એમ કરીશું, તો તેમનાં ઢોરઢાંખર અને મિલકતથી આપણે ધનવાન થઈ જઈશું. એટલા માંટે ચાલો આપણે તેમની સાથે કરાર કરીએ અને તેઓ અહીં અમાંરા લોકો સાથે રહેશે.”
નિર્ગમન 8:28
એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા માંટે રણમાં જવા દઈશ, પરંતુ ફક્ત તમાંરે બહુ દૂર જવું નહિ અને માંરા માંટે પણ પ્રાર્થના કરવી.”
નિર્ગમન 9:28
તમે યહોવાને અરજ કરો, કારણ કે આ કરા અને કટકાથી અમે ઘરાઈ ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમાંરે અહીં રોકાવું નહિ પડે.”
નિર્ગમન 10:8
એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?”