Home Bibles એસ્તેર 7:3 · ગુજરાતી બાઇબલ
એસ્તેર 7:3 · ગુજરાતી બાઇબલ

રાણી એસ્તેરે કહ્યું, “જો આપ મારા પર પ્રસન્ન થયા હોય, અને જો આપને આ યોગ્ય લાગતું હોય, તો મારી એટલી વિનંતી છે કે, મને અને મારા લોકોને જીવવા દો.

Cross references

1 રાજઓ 20:31

તેના અમલદારોએ તેને કહ્યું, “જુઓ, અમે સાંભળ્યુ છે, કે ઇસ્રાએલના રાજાઓ દયાળુ હોય છે. આપણે શોકના વસ્રો પહેરીએ અને માંથા પર દોરડાં વીટીં ઇસ્રાએલના રાજા પાસે જઈએ, કદાચ તે આપણને માંફી અને જીવનદાન આપે.”

2 રાજઓ 1:13

ફરી પાછા રાજાએ બીજા પચાસ સૈનિકોને દેવના માંણસ પાસે મોકલ્યા, પચાસ સૈનિકોના ત્રીજા નાયકે એલિયા પાસે આવી તેની આગળ ઘૂંટણિયે પડી વિનંતી કરી કે, “હે દેવના માંણસ, કૃપા કરીને માંરું જીવન તથા આ માંરા પચાસ સૈનિકોના જીવન બચાવશો.

એસ્તેર 4:8

વળી તેઓનો નાશ કરવાનો હૂકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ તેણે તેને આપી કે, તે એસ્તેરને તે દેખાડે, અને તેને વિનંતી કરે કે રાજાની હજૂરમાં જઇને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને તેમને બચાવવા અરજ કરે.

એસ્તેર 5:8

જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે ઇનામ આપવાની તથા મારી વિનંતી પ્રમાણે આપ આપવા માગતા હોય તો આવતી કાલે પણ આપ તથા હામાન આજ રીતે ઉજાણીમાં પધારો. આવતી કાલે હું આપની આગળ મારી ઇચ્છા પ્રગટ કરીશ.

એસ્તેર 7:7

રાજા તો ગુસ્સામાં ઉજાણી છોડીને રાજમહેલમાં બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. તેથી તે રાણી એસ્તેર પાસે જીવનની માફી માંગવા ગયો.

અયૂબ 2:4

શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે.

ગીતશાસ્ત્ર 122:6

યરૂશાલેમના શાંતિ માટે પ્રાર્થના : તેઓ છે કે પ્રેમ તને સફળ થશે.

ચર્મિયા 38:26

છતાં તું કેવળ એટલું જ કહેજે કે, યહોનાથાનના ઘરમાં આવેલી કેદમાં મને પાછો મોકલે નહિ, હું ત્યાં મરી જઇશ, તેવી વિનંતી મેં રાજાને કરી હતી.”

Interlinear

Choose Theme