Home Bibles એસ્તેર 6:13 · ગુજરાતી બાઇબલ
એસ્તેર 6:13 · ગુજરાતી બાઇબલ

પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”

Cross references

ઊત્પત્તિ 40:19

ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”

ઊત્પત્તિ 41:8

સવારે તે આ સ્વપ્નો વિષે ચિંતીત હતો. તેણે મિસરના બધા જયોતિષીઓને તથા શાણા પુરુષોને નિમંત્રણ મોકલ્યા. જ્યારે તેઓ આવ્યા, ફારુને તેમને પોતાના સ્વપ્નો કહ્યાં; પરંતુ તેઓમાંથી કોઈ પણ તેનો અર્થ કહી શકયો નહિ.

ગણના 24:9

પછી તે આડો પડીને ઊઘે છે, તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ આપે તેના પર આશીર્વાદ ઊતરો, તમને જે શ્રાપ આપે તેના પર શ્રાપ ઊતરો.”

પુનર્નિયમ 32:10

વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું, અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.

1 શમુએલ 28:19

અને એ જ કારણે તે તને અને ઇસ્રાએલીઓને સુદ્ધાં પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે, એટલું જ નહિ, પણ આવતી કાલે તું અને તારા પુત્રો અહીં માંરી સાથે હશોે.”

એસ્તેર 5:10

તેમ છતાં હામાને ગુસ્સા પર કાબૂ રાખ્યો અને ઘેર પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા.

અયૂબ 15:24

સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.

અયૂબ 16:2

“આ બધું તો મેં પહેલાં સાંભળેલું છે. તમારો તો આશ્વાસન પણ ત્રાસદાયક છે.

ગીતશાસ્ત્ર 105:15

દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી; મારા અભિષિકતોને રંજાડશો નહિ; અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”

નીતિવચનો 28:18

જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માગેર્થી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.

દારિયેલ 2:12

આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઇ ગયો. તેનો રોષ ભભૂકી ઉઠયો અને તેણે બાબિલના બધા સલાહકારોનો વધ કરવાની આજ્ઞા કરી.

દારિયેલ 5:26

એનો અર્થ છે: “મેને; એનો અર્થ એ છે કે, દેવે આપના રાજ્યના દિવસો ગણ્યા છે અને તેનો અંત આણ્યો છે.

હોશિયા 14:9

સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે, જેનામાં સમજણ હોય તે, એનો અર્થ હૈયામાં રાખે, કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે, અને સારો માણસ તેના ઉપર ચાલે છે, પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે. 

ઝખાર્યા 2:12

અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે. અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.

ઝખાર્યા 12:2

“હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે.

Interlinear

Choose Theme