“રાણી વાશ્તીને તેણીનો મુગટ પહેરાવીને લાવો, જેથી આગેવાનો અને મહત્વના લોકો તેના સૌદર્યનું દર્શન કરે. રાણી સાચે જ બહુ સુંદર હતી.
Cross references
તેનું નામ નાબાલ હતું; અને તેની પત્નીનું નામ અબીગાઈલ હતું, તે ખૂબ રૂપાળી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. પરંતુ તેનો પતિ અસભ્ય અને તોછડો હતો. તે કાલેબ વંશનો હતો.
આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો.
અને રાજા એસ્તેરથી બહુંજ ખુશ હતો અને તે એસ્તેરને પ્રેમ કરતો અને બીજી કોઇ કુમારિકાઓ કરતાં એસ્તેરને વધારે માન્ય રાખતો. તે એસ્તેરથી એટલો બધો પ્રસન્ન થયો કે તેણે સોનાનો મુગટ તેણીના માથા પર મૂક્યો અને વાશ્તી રાણીની જગ્યાએ તેને રાણી તરીકે જાહેર કરી.
તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો;
વ્યકિતનું મન માર્ગ પસંદ કરે છે, પરંતુ માત્ર યહોવા જ તેના પગલાને નક્કી કરે છે.
કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખો લાલ છે?
લાવણ્યામક છે, અને સૌદર્ય ક્ષણિક છે. પરંતુ યહોવાનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.
પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી.