મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં તેનો મહિમા સર્વકાળ સુધી સ્થાપિત રહો. આમીન.
Cross references
યહોવા તમે જ મહાન, શકિતશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી દેવ છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કઇં છે તે સર્વ તમારું છે. અને એ બધાં પર તમારી જ સત્તા સવોર્પરી છે, યહોવા તમે સર્વ રાજ્યોની પર છો.
હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!
હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન; તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!”
પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો. સૌ તેમના પરાક્રમી સાર્મથ્યનાં ગીત ગાઓ.
અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.
“પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”
હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ પર્યંત મહિમા હો. આમીન.
તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.
તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.