Home Bibles ☰ Books સભાશિક્ષક 7:12 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 7:12 · ગુજરાતી બાઇબલ

દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે; પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવનની રક્ષા કરે છે.

Cross references

પુનર્નિયમ 30:19

“આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો.

પુનર્નિયમ 32:47

આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”

ન્યાયાધીશો 9:15

“એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’

અયૂબ 1:10

તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે.

અયૂબ 22:21

અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.

ગીતશાસ્ત્ર 57:1

હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.

નીતિવચનો 2:7

તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે.

નીતિવચનો 2:11

વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે.

નીતિવચનો 3:18

જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.

નીતિવચનો 8:35

કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે અને યહોવાની કૃપા પામ્યો છે.

નીતિવચનો 9:11

જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે.

નીતિવચનો 11:4

જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.

નીતિવચનો 14:20

ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા લોકો ચાહે છે.

Interlinear

Choose Theme