Home Bibles સભાશિક્ષક 6:5 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 6:5 · ગુજરાતી બાઇબલ

વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે.

Cross references

અયૂબ 3:10

તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.

અયૂબ 3:11

હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો? જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?

અયૂબ 14:1

અયૂબે કહ્યું “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 58:8

તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા, અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.

ગીતશાસ્ત્ર 90:7

કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

સભાશિક્ષક 4:3

વળી તે બંને કરતાંય જેઓ હજી જન્મ્યાં જ નથી અને જેઓની આંખોએ ત્રાસ અને દુનિયા પર થતાં ભૂંડા કૃત્યો જોયા નથી તે વધારે સુખી છે.

Interlinear

Choose Theme