Home Bibles ☰ Books સભાશિક્ષક 4:6 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 4:6 · ગુજરાતી બાઇબલ

અતિ પરિશ્રમ કરી અને પવનને પણ પકડવાના પ્રયત્નો કરી પુષ્કળ કમાવું તે કરતાં શાંતિસહિત થોડું કમાવું વધારે સારું છે.

Cross references

ગીતશાસ્ત્ર 37:16

નીતિમાન લોકો પાસે જે અલ્પ છે, તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.

નીતિવચનો 15:16

મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.

નીતિવચનો 15:17

સરસ માંસ ધિક્કારથી ખાવાં કરતા સાદા શાકભાજી પ્રેમથી ખાવા વધારે સારા છે.

નીતિવચનો 16:8

અન્યાયથી મળેલી ધણી આવક કરતા, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.

નીતિવચનો 17:1

જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે.

સભાશિક્ષક 1:14

પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે.

Interlinear

Choose Theme