Home Bibles સભાશિક્ષક 2:23 · ગુજરાતી બાઇબલ
સભાશિક્ષક 2:23 · ગુજરાતી બાઇબલ

કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

Cross references

ઊત્પત્તિ 47:9

યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”

એસ્તેર 6:1

તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે તેના શાસનની વિગતો માટે કાળવૃત્તાંતોનું પુસ્તક મંગાવ્યું જેને તેની સમક્ષ વાંચવામાં આવ્યું.

અયૂબ 5:7

પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે.

અયૂબ 7:13

જ્યારે હું એમ કહું છું, “હવે પથારીમાં સૂઇ જાઉં ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.

અયૂબ 14:1

અયૂબે કહ્યું “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 6:6

આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું, રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.

ગીતશાસ્ત્ર 32:4

આખો દિવસ અને આખી રાત, તમારો ભારે હાથ મારા પર હતો. જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

ગીતશાસ્ત્ર 77:2

જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી. મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.

ગીતશાસ્ત્ર 90:7

કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

ગીતશાસ્ત્ર 90:15

અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વષોર્ આપો.

ગીતશાસ્ત્ર 127:2

જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તેમને ચાહનારા પ્રત્યેકને આરામ આપે છે.

સભાશિક્ષક 1:18

કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.”

સભાશિક્ષક 5:12

શ્રમ કરનાર મનુષ્ય ઓછું ખાય કે વધારે, પણ તે શાંતિથી ઊંઘી જાય છે. ધનવાન ચિંતા કર્યા કરે છે અને તેની સમૃદ્ધિ તેને શાંતિથી ઊંઘવા દેતી નથી.

સભાશિક્ષક 8:16

તેથી હું જાતે બુદ્ધિ સંપાદન કરવામાં, તથા દુનિયામાં થતાં કામો જોવામાં પ્રવૃત રહ્યો, કારણ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી.

દારિયેલ 6:18

પછી રાજા પોતાના મહેલમાં પાછો ગયો. આખી રાત તેણે કશું ખાધું નહિ; તેમ વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યાં નહિ; અને તેને ઊંઘ ન આવી.

પ્રેરિતોનાં ક્રત્યો 14:22

તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.”

Interlinear

Choose Theme