આ ચાળીસ વર્ષ દરમ્યાન તમાંરા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયાં નથી કે નથી તમાંરા પગ ફુલી ગયા.
Cross references
પછી ઇસ્રાએલના લોકોએ 40 વર્ષ પર્યંત વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં તેઓ આવ્યા ત્યાં સુધી-માંન્ના ખાધું. તેઓ કનાન દેશની સરદહમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માંન્ના ખાધું.
કારણ કે અત્યાર સુધી તમાંરાં બધાં જ કાર્યોમાં યહોવા તમાંરા દેવે તમને સફળતા આપી છે, અને આ વિશાળ રણપ્રદેશમાં 40 વર્ષ યહોવા તમાંરા દેવે મુસાફરી દરમ્યાન તમાંરું રક્ષણ કર્યુ છે, તે સદાય તમાંરી સાથે રહ્યા છે અને તમને જોઇતું બધું તમને મળી ગયું હતું.’
ચાળીસ વર્ષ સુધી તેમણે તમને રણમાં ચલાવ્યા, તેમ છતાં ન તો તમાંરાં શરીર પરનાં કપડાં ઘસાઈ ગયાં કે ન તો તમાંરાં પગરખાં ઘસાઈ ગયાં.
ચાળીસ વર્ષ સુધી તેં રણમાં તેમની સંભાળ લીધી, તે સમય દરમ્યાન તેઓને કશાની ખોટ પડી નહોતી; ન તેમનાં વસ્ત્રો ઘસાઇ ગયા કે ના તેમના પગ ફૂલી ગયા.
પછી યહૂદાએ ઈસુને કહ્યું, “ઉપદેશક, ચોક્કસ હું તારી વિરૂદ્ધ જઈશ નહિ.” (યહૂદા તે એક છે જે ઈસુને તેના દુશ્મનોને સોંપશે.)ઈસુએ ઉત્તર આપ્યો, “હા તું તે જ છું.”