Home Bibles પુનર્નિયમ 34:3 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 34:3 · ગુજરાતી બાઇબલ

નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ.

Cross references

ઊત્પત્તિ 14:2

આ બધાં ચાર રાજાઓ સદોમના રાજા બેરા, ગમોરાહના રાજા બિર્શા, આદમાંહના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલાના, રાજા (બેલાને સોઆર પણ કહે છે).

ઊત્પત્તિ 14:8

તે સમય પછી સદોમનો રાજા, ગમોરાહનો રાજા, આદમાંહનો રાજા, સબોઈમનો રાજા અને બેલાનો એટલે કે, સોઆરનો રાજા, તેઓ બધા ભેગા મળીને પોતાના શત્રુઓ સામે લડવા માંટે ગયા.

ઊત્પત્તિ 19:22

પરંતુ તે જગ્યા સુધી ઝડપથી દોડો, જયાં સુધી તમે એ નગરમાં સુરક્ષિત પહોંચી નહિ જાઓ ત્યંા સુધી હું સદોમનો નાશ નહિ કરી શકુ.” (તે શહેરનું નામ સોઆર પડયું કારણ કે, તે નાનું ગામ છે.)

ગણના 34:3

એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.

ન્યાયાધીશો 1:16

કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.

ન્યાયાધીશો 3:13

એગ્લોન આમ્મોનીઓને અને અમાંલેકીઓને ભેગા કરી ઈસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યરીખો ખજૂરીઓનો પ્રદેશ જીતી લીધું.

2 કાળવ્રત્તાંત 28:15

પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી ,તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.

Interlinear

Choose Theme