Home Bibles ☰ Books પુનર્નિયમ 31:5 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 31:5 · ગુજરાતી બાઇબલ

અને યહોવા તે લોકોને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમાંરે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ.

Cross references

નિર્ગમન 23:32

“તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે તેમને તમાંરા શહેરમાં રહેવા ન દેશો.

નિર્ગમન 34:12

પણ સાવધાન રહેજે. તું જે દેશમાં જાય છે, ત્યાંના વતનીઓ સાથે કરાર કરવો નહિ, નહિતર તેઓ તને જાળમાં ફસાવશે.

ગણના 33:52

ત્યારે તમાંરે દેશના બધા વતનીઓને હાંકી કાઢવા, તમાંરે તેમની બધી પથ્થરની કે ધાતુની મૂર્તિઓનો નાશ કરવો, તેમનાં બધાં કોતરેલા પથ્થરો, ધાતુની ગાળેલી પ્રતિમાંઓ તથા પર્વતોમાં આવેલાં મૂર્તિઓની પૂજા કરવાનાં દેવસ્થાનોનો તમાંરે પૂરો નાશ કરવો.

પુનર્નિયમ 7:2

તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.

પુનર્નિયમ 7:18

પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.

પુનર્નિયમ 7:23

તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે.

પુનર્નિયમ 20:16

“પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો.

યહોશુઆ 11:15

જેમ યહોવાએ તેના સેવક મૂસાને આજ્ઞાંકિત કર્યો, ફક્ત તેમજ મૂસાએ યહોશુઆને આજ્ઞાંકિત કર્યો અને યહોશુઆએ તે પાળ્યું. તેણે તે બધું કર્યું જેના માંટે યહોવાએ મૂસાને આજ્ઞાંકિત કર્યો હતો:

Interlinear

Choose Theme