Home Bibles પુનર્નિયમ 3:25 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 3:25 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, મને કૃપા કરીને યર્દન નદી ઓળંગીને સામે કિનારે આવેલી સમૃદ્વ ભૂમિ, પેલો રમણીય પર્વતીય પ્રદેશ તથા લબાનોનમાં જવા દો.’

Cross references

નિર્ગમન 3:8

હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.

ગણના 32:5

અમાંરા પર કૃપા હોય તો યર્દન નદી ઓળંગીને તે તરફના વિસ્તારને બદલે આ પ્રદેશ અમાંરા ભાગમાં આપો.”

પુનર્નિયમ 4:21

“પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, “તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.”

પુનર્નિયમ 11:11

પરંતુ આ દેશ તો પર્વતો અને ખીણોનો દેશ છે. ત્યાં પુષ્કળ વરસાદ પડે છે.

યર્મિયાનો વિલાપ 20:6

હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.

Interlinear

Choose Theme