Home Bibles પુનર્નિયમ 28:67 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 28:67 · ગુજરાતી બાઇબલ

તમાંરા હૃદયમાં એવો ભય વ્યાપી જશે અને તમે એવાં દૃશ્યો જોશો કે દરરોજ સવારે તમે ઇચ્છશો કે ‘સાંજ પડે તો કેવું સારું!’ અને પ્રત્યેક સાંજે ઈચ્છશો કે ‘સવાર થાય તો કેવું સારું!’

Cross references

પુનર્નિયમ 28:34

તમાંરી આજુબાજુ આ બધી દુ:ખદ ઘટનાઓ બનતી જોઇને તમાંરું માંથું ફટકી જશે.

અયૂબ 7:3

મારે અર્થહીન મહિનાઓ અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે.

અયૂબ 7:4

હું જ્યારે સૂવા જાઉ છું ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’ રાત્રિ પસાર થયા કરે છે. હું સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.

પ્રકટીકરણ 9:6

તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.

Interlinear

Choose Theme