આ પથ્થરો ઉપર તમાંરે નિયમનાં શબ્દો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે કાળજીપૂર્વક કોતરવા.”
Cross references
મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા.
હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે;
“મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ.”
આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ.