Home Bibles ☰ Books પુનર્નિયમ 24:16 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 24:16 · ગુજરાતી બાઇબલ

“પુત્રોનાં પાપને કારણે તેમના પિતાઓને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ, અને પિતાઓનાં પાપને કારણે પુત્રોને મૃત્યુદંડની શિક્ષા થશે નહિ. પોતપોતાના પાપને કારણે પ્રત્યેકને મૃત્યુદંડની શિક્ષા થશે.

Cross references

1 શમુએલ 22:16

ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચીત માંર્યો જશે.”

2 રાજઓ 14:5

તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા,

2 રાજઓ 14:6

પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”

2 કાળવ્રત્તાંત 25:4

જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”

ચર્મિયા 31:29

“તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે, પિતૃઓના પાપની કિમત તેઓનાં બાળકો ચૂકવે છે.

ચર્મિયા 31:30

કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.”

યર્મિયાનો વિલાપ 18:4

એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.

યર્મિયાનો વિલાપ 18:20

જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.

Interlinear

Choose Theme