Home Bibles ☰ Books પુનર્નિયમ 22:30 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 22:30 · ગુજરાતી બાઇબલ

“કોઈ પણ પુરુષે પોતાના પિતાની કોઈ પણ પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, કારણ કે તે તેના પિતાનું અપમાંન છે.”

Cross references

લેવીય 18:8

પોતાના પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે જાતીય સંબંધ કરવો નહિ કારણ કે તેમાં પિતાનું અપમાંન છે.

લેવીય 20:11

જો કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે કૂકર્મ કરે, તો તેણે પોતાના પિતાને કલંક લગાડયું છે, તે બંને મૃત્યુદંડને પાત્ર થાય. તેમના મોતની જવાબદારી તેમને માંથે છે.

પુનર્નિયમ 27:20

“‘જે વ્યકિત પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે શ્રાપિત છે, કારણ કે, તે તેના પિતાની બદનામી કરે છે;’ “અને બધા લોકો કહેશે ‘આમીન.’

રૂત 3:9

તેણે તેણીને પૂછયું; “તું કોણ છે?”તેથી રૂથે ઉત્તર આપ્યો કે, “હું તમાંરી સેવિકા રૂથ છું. કેમ કે તમે માંરા નજીકના સગા છો. તેથી માંરા પર તમાંરું પાગરણ પાથરો.”

યર્મિયાનો વિલાપ 16:8

ફરી તારી પાસેથી હું નીકળ્યો ત્યારે મેં તને જોઇ તો તું લગ્ન માટે પુખ્ત ઉંમરની બની ચૂકી હતી. મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી. મેં તને ગંભીર વચન આપ્યું અને તારી સાથે કરાર કર્યો અને તું મારી થઇ.” આ યહોવા મારા માલિકના વચન છે.

1 કરિંથીઓને 5:1

લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે.

1 કરિંથીઓને 5:13

પરંતુ તમારે જે લોકો મંડળીના ભાગરૂપે છે તેઓને ન્યાય કરવો જ પડશે. શાસ્ત્રલેખ કહે છે, “દુષ્ટ વ્યક્તિને તમારા જૂથમાંથી દૂર કરો.”

Interlinear

Choose Theme