Home Bibles પુનર્નિયમ 20:8 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 20:8 · ગુજરાતી બાઇબલ

“વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’

Cross references

નિર્ગમન 15:15

અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; એ બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ,

ગણના 13:31

પણ તેમની સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું, “આપણે એ લોકોને જીતી શકીએ તેમ છે જ નહિ, તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”

ગણના 32:9

પ્રદેશ જોયો અને જે પ્રદેશ યહોવાએ ઇસ્રાએલીઓને આપ્યો હતો ત્યાં જવાનો તેમનો ઉત્સાહ તોડી પાડયો.

પુનર્નિયમ 1:28

આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘

પુનર્નિયમ 23:9

“જયારે તમે કોઈ દુશ્મન સાથે યુદ્ધના સમયે છાવણીમાં રહેતા હોય ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

ન્યાયાધીશો 7:3

માંટે તું એ લોકોમાં જાહેરાત કર કે, ‘જે કોઈ ડરનો માંર્યો થથરતો હોય તો તે તરત જ ગિલયાદ પર્વત છોડીને ઘેર પાછો ચાલ્યો જાય.”ત્યારે 22,000 સૈનિકો પાછા ઘેર ગયા અને 10,000 બાકી રહ્યાં.

લૂક 9:62

ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ ખેતર ખેડવાનું શરૂ કરે અને પાછળ જુએ તો તે દેવના રાજ્યને માટે યોગ્ય નથી.”

પ્રેરિતોનાં ક્રત્યો 15:37

યોહાન (માર્ક)ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી.

1 કરિંથીઓને 15:33

મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.”

પ્રકટીકરણ 3:16

પણ તું માત્ર હૂંફાળો છે, નથી ગરમ કે નથી ઠંડો. તેથી હું મારા મુખમાંથી તને થૂંકી નાખીશ.

પ્રકટીકરણ 21:8

પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

Interlinear

Choose Theme