Home Bibles પુનર્નિયમ 20:5 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 20:5 · ગુજરાતી બાઇબલ

“ત્યારબાદ સેનાના અધિકારીઓએ પણ સેનાને આ પ્રમાંણે સંબોધન કરવું; ‘શું અહીં તમાંરામાં કોઈ એવો છે કે જેણે નવું ઘર બંધાવ્યું હોય અને અર્પણવિધિ કરી ના હોય? જો તેવો કોઇ હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો યુદ્ધમાં તે કદાચ માંર્યો જાય અને તેના ઘરનું અર્પણ બીજા કોઈએ કરવું પડે.

Cross references

ગણના 31:14

મૂસા યુદ્ધમાંથી પાછા ફરતા લશ્કરના સેનાપતિઓ, અને લશ્કરના નાનામોટા અધિકારીઓ ઉપર ક્રોધે ભરાયો હતો.

ગણના 31:48

પછી સેનાપતિઓ અને લશ્કરના નાનામોટા અધિકારીઓએ આવીને

પુનર્નિયમ 1:15

“તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં.

પુનર્નિયમ 16:18

“તમાંરા યહોવા દેવ તમને જે બધાં નગરો આપે તેમાં તમાંરે વંશવાર ન્યાયાધીશો તથા બીજા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, અને તેઓએ સમગ્ર દેશમાં ઉચિત ન્યાય કરવો.

1 શમુએલ 17:18

અને આ દસ પનીરના ટુંકડા તેઓના સહસ્રાધિપતિને આપજે અને તારા ભાઈઓના કુશળ સમાંચાર જાણીને અને તેમની કંઈ એંધાણી લઈને પાછો આવ!

નહેમ્યા 12:27

યરૂશાલેમની દીવાલની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢયા અને તેમને, દેવની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ યરૂશાલેમમાં લાવે, તેઓએ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી.

ગીતશાસ્ત્ર 30:1

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.

Interlinear

Choose Theme