Home Bibles પુનર્નિયમ 20:13 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 20:13 · ગુજરાતી બાઇબલ

અને જયારે તમાંરા યહોવા દેવ તે નગરને તમાંરે હવાલે કરશે, તમાંરે તે નગરના તમાંમ પુરૂષોનો સંહાર કરવો.

Cross references

ગણના 31:7

યુદ્ધમાં મિદ્યાનના સર્વ પુરુષોનો સંહાર કરવામાં આવ્યો. કારણ કે મૂસાએ યહોવાની આજ્ઞા મુજબ મિદ્યાનીઓ પર હુમલો કર્યો હતો.

ગણના 31:17

આથી બધાં પુરુષ સંતાનોને માંરી નાખો, અને જેમણે શારીરિક સંબંધ કર્યો હોય એવી બધી સ્ત્રીઓને પણ માંરી નાખો.

1 રાજઓ 11:15

જ્યારે દાઉદ અદોમમાં હતો, ત્યારે તેના સેનાપતિ યોઆબે ત્યાં બધા શબોને દફનાવી દીધા અને ત્યારે અદોમના દરેક જીવતા પુરુષને માંરી નાખ્યાં.

ગીતશાસ્ત્ર 2:6

યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

ગીતશાસ્ત્ર 21:8

તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.

ગીતશાસ્ત્ર 110:1

યહોવાએ મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું, ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”

લૂક 19:27

હવે મારા દુશ્મનો ક્યાં છે? ક્યાં છે એ લોકો જે હું તેઓનો રાજા થાઉં તેમ તેઓ ઈચ્છતા નહોતા? મારા દુશ્મનોને અહી લાવો અને તેઓને મારી નાખો. હું તેઓને મરતા જોઈશ!

2 થેસ્સલોનિકીઓને 1:7

અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે.

Interlinear

Choose Theme