તમે જે કંઈ ખાઓ કે જળ પીઓ તેની રકમ ચૂકવી દેજો; પૈસા ચૂકવ્યા વિના કશું જ ખાશો-પીશો નહિ,
Cross references
ઇસ્રાએલીઓએ કહ્યું, “અમે રાજમાંર્ગ થઈને ચાલ્યા જઈશું. જો અમે અને અમાંરાં પશુઓ તમાંરું પાણી પીશું તો અમે તેની રકમ ચૂકવીશું. અમે ફકત તમાંરા દેશમાં થઈને પગપાળા જવાની રજા માંગીએ છીએ.”
રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ.
“તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે.
જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો.
તમે પોતે જાણો છો કે તમારે એ રીતે જીવવું જોઈએ જે રીતે અમે જીવીએ છીએ. તમારી સાથે જ્યારે અમે હતા, ત્યારે અમે આળસુ ન હતા.