Home Bibles પુનર્નિયમ 2:33 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 2:33 · ગુજરાતી બાઇબલ

પરંતુ આપણા દેવ યહોવાએ તેને આપણા હાથમાં સોંપી દીધા; અંતે આપણે તેને તેના પુત્રોને તથા તેના સમગ્ર સૈન્યને હરાવ્યા.

Cross references

ઊત્પત્તિ 14:20

તમને તમાંરા દુશ્મનોને હરાવીને પઢડવા માંટે મદદ કરનાર પરાત્પર દેવની આપણે સ્તુતિ કરીએ.”અને ઇબ્રામે યુદ્વ દરમ્યાન લધેલી બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો.

ગણના 21:24

પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું.

પુનર્નિયમ 3:2

પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’

પુનર્નિયમ 7:2

તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.

પુનર્નિયમ 20:16

“પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો.

પુનર્નિયમ 29:6

જોકે તમાંરી પાસે ખોરાક કે દ્રાક્ષારસ અથવા મધ ન હતા છતાં પણ તેમણે તમાંરી જરુરિયાતો પૂરી પાડી જેથી તમને સમજણમાં આવે કે તે યહોવા છે તમાંરા દેવ.

પુનર્નિયમ 29:7

“જયારે આપણે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેમનો પરાજય કર્યો.

યહોશુઆ 10:30

યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.

યહોશુઆ 21:44

આમ યહોવાએ ઇસ્રાએલને તેઓનાં પૂર્વજોને આપેલાં વચન પ્રમાંણે તેમના દેશની ચારે દિશાઓથી સુરક્ષા આપી. તેમના શત્રુઓ તેમના પર આક્રમણ કરી શક્યા નહિ અને તેઓ સુરક્ષિત હતાં. કારણ કે યહોવાએ તેમના બધાજ શત્રુઓને તેઓના હાથમાં સોંપી દીધા હતાં.

ન્યાયાધીશો 1:4

પછી તેઓએ આક્રમણ કર્યુ, અને યહોવાએ કનાનીઓ અને પરિઝઝીઓને હરાવવામાં તેઓને મદદ કરી. તેઓએ બેઝેકમાં 10,000ના સૈન્યનો સંહાર કર્યો.

ન્યાયાધીશો 7:2

યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી પાસે લશ્કરમાં ઘણા બધાં સૈનિકો છે એટલી મોટી સંખ્યામાં કે હું તેમને મિદ્યાનીઓ સામે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી, કારણ કે તેઓ કદાચ બડાશ માંરીને કહે કે, તેઓ પોતાના શોર્યથી જીત્યા છે. નહિ કે યહોવાની શક્તિથી.

ગીતશાસ્ત્ર 136:19

અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Interlinear

Choose Theme