Home Bibles પુનર્નિયમ 2:23 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 2:23 · ગુજરાતી બાઇબલ

છેક ગાઝા સુધીના ગામોમાં રહેતા આવ્વીઓનું પણ એમ જ થયું હતું. કાફતોરથી આવેલા કાફતોરીઓએ તેઓનું નિકંદન કાઢીને તેઓની જગ્યાએ વસવા માંડ્યું.

Cross references

ઊત્પત્તિ 10:14

પાથરૂસીમ, કાસ્લુહીમ અને કાફતોરીમ ઊતરી આવેલા છે અને કાફતોરીમમાંથી પલિસ્તીઓ ઊતરી આવેલા છે.

ઊત્પત્તિ 10:19

કનાનીઓની ભૂમિ ઉત્તરમાં સિદોનથી દક્ષિણમાં ગેરાર,પશ્ચિમમાં ગાઝાથી પૂર્વમાં સદોમ અને ગમોરાહ અને આદમાંહ અને સબોઇમથી લાશા સુધી વિસ્તરેલી હતી.

યહોશુઆ 10:41

યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ.

યહોશુઆ 11:22

યહોશુઆએ બધા અનાકીઓનો તેમના નગરો સાથે નાશ કર્યો હતો. તેથી તેઓમાંનું કોઈ પણ ઇસ્રાએલીઓની ભૂમિમાં વચ્યું નહિં. બસ થોડા જ ગાજા, ગાથ અને આશ્દોદમાં બાકી રહ્યાં.

યહોશુઆ 13:3

મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,

યહોશુઆ 15:47

પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.

ન્યાયાધીશો 1:18

યહૂદાના લોકોએ ગાઝા, આશ્કલોન, એક્રોન અને તેની આસપાસનો પ્રદેશ કબજે કર્યો.

1 રાજઓ 4:24

રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી.

2 રાજઓ 18:8

તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા.

ચર્મિયા 25:20

તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને,

ચર્મિયા 47:4

કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે, જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે, જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ. યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે.

આમોસ 9:7

આ યહોવાના વચન છે, “હે ઇસ્રાએલના લોકો, શું તમે મારે મન ‘કૂશના’ લોકો જેવા નથી? હું જેમ તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી લાવ્યો હતો, તેમ પલિસ્તીઓને કાફતોરથી અને અરામીઓને કીરમાંથી લાવ્યો નહોતો?”

સફન્યા 2:4

કારણ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઇ જશે. આશ્દોદના લોકોને ખરે બપોરે હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનનો ઉચ્છેદ કરવામાં આવશે.

ઝખાર્યા 9:5

“આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે.

પ્રેરિતોનાં ક્રત્યો 17:26

દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.

Interlinear

Choose Theme