Home Bibles પુનર્નિયમ 19:12 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 19:12 · ગુજરાતી બાઇબલ

તો તેના પોતાના નગરના આગેવાનોએ તેને પકડાવી મંગાવવો અને તેને મરનારના નજીકના સગાંને સુપ્રત કરવો પછી તે તેની હત્યા કરે.

Cross references

ઊત્પત્તિ 9:5

જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.

નિર્ગમન 21:14

“પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી માંરી નાખે; તો તેને માંરી વેદી આગળથી પણ લઈ જઈને મૃત્યુદંડ આપવો.”

પુનર્નિયમ 27:24

“‘જો કોઈ વ્યકિત ખાનગીમાં કોઈની હત્યા કરે તો તે શાપિત થાઓ;”“અને બધા લોકો કહેશે, ‘આમીન.’

2 શમએલ 14:7

હવે માંરાં સગાં સંબંધીઓ તથા આખું કુટુંબ માંરી વિરુદ્ધ થઈ ગયાં છે, અને તેઓ એવી માંગણી કરે છે કે, ‘હું માંરો જીવતો રહેલો પુત્ર તેઓને સોંપું, જેથી તેઓ ભાઈનો જીવ લેવા બદલ તેનો જીવ લઈ લે. અને તેના વંશનો અંત આણે.’ જો તેઓ એમ કરે તો માંરો બાકી રહેલો અંગારો પણ બુઝાઈ જાય, અને માંરા પતિનું આ ધરતી ઉપર નામનિશાન કે વારસ ન રહે.”

1 રાજઓ 2:5

“સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિદોર્ષના લોહીથી કલંકિત કર્યા હતાં.

1 રાજઓ 2:28

જયારે યોઆબને આ સમાંચાર મળ્યા ત્યારે, તે યહોવાના મંડપ પવિત્રસ્થાનમાં ભાગી ગયો. અને વેદીનાં શિંગ પકડી લીધાં; કારણ, તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો. જો કે આબ્શાલોમનો પક્ષ લીધો નહોતો.

Interlinear

Choose Theme