Home Bibles પુનર્નિયમ 16:12 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 16:12 · ગુજરાતી બાઇબલ

તમે મિસરમાં ગુલામ હતા, તેથી આ આજ્ઞાનું પાલન કરીને કાળજીપૂર્વક નિયમોનું પાલન કરવાનું યાદ રાખજો.

Cross references

પુનર્નિયમ 5:15

તમાંરે વિશ્રામ દિવસનું પાલન કરવાનંુ છે. યહોવા તમને આ આજ્ઞા આપે છે કે જેથી તમે યાદ રાખો કે તમે મિસરમાં ગુલામો હતાં, અને યહોવા તમાંરા દેવે તેની મહાન હાથ વડે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને મિસરમાંથી બહાર લાવ્યાં.

પુનર્નિયમ 15:15

અને તમાંરે સ્મરણ કરવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને તમાંરા દેવ યહોવાએ તમને છોડાવ્યા હતા. તેથી જ હું આજે તમને આ આજ્ઞા કરું છું.

પુનર્નિયમ 16:15

તમાંરા દેવ યહોવાના માંનમાં તમાંરે યહોવાએ પસંદ કરેલા સ્થાને સાત દિવસ સધી ઉત્સવ ઊજવવો. તમાંરા દેવ યહોવાના આશીર્વાદથી તમને તમાંરા પાકમાં તેમ જ તમાંરાં બધાં કાર્યોમાં થયેલ લાભ માંટે તમાંરે આનૈંદથી ઉત્સવ ઊજવવો, તેથી આનંદ કરો, ને ખુશ રહો.

યર્મિયાનો વિલાપ 3:19

યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.

રોમનોને પત્ર 6:17

ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા.

એફેસીઓને પત્ર 2:1

ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું.

એફેસીઓને પત્ર 2:11

તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.)

Interlinear

Choose Theme