Home Bibles પુનર્નિયમ 15:18 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 15:18 · ગુજરાતી બાઇબલ

“ગુલામને મુકત કરતી વખતે તમાંરે ખોટું લગાડીને મન ઊચું ન કરવું. કારણ કે, રોજે રાખેલા મજૂર કરતાં અધેર્ ખરચે એણે તમાંરી નોકરી કરી છે, વળી તેને તમે મુકત કર્યો માંટે યહોવા તમાંરા દેવ તમે જે કરશો તે સર્વમાં તમને આશીર્વાદ આપશે.

Cross references

પુનર્નિયમ 15:10

“વળી તેને જેની જરૂર હોય તે તમાંરે તેને ઉછીનું આપવું અને તે માંટે દુ:ખી થવું નહિ! કારણ કે, આના લીધે તમે જે કરશો તેમાં યહોવા તમને તમાંરાં બધાં કાર્યોમાં લાભ આપશે.

યશાયા 16:14

અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં જ મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ જ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”

યશાયા 21:16

પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.

લૂક 17:7

“ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમેે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા?’

Interlinear

Choose Theme