Home Bibles પુનર્નિયમ 14:24 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 14:24 · ગુજરાતી બાઇબલ

જો તમાંરા દેવ યહોવાએ તમને પુષ્કળ પાકના આશીર્વાદ આપ્યા હોય, અને યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલું સ્થાન એટલું દૂર હોય કે તમાંરી ઉપજ દશમો ભાગ ત્યાં લઈ જઈ ન શકો,

Cross references

નિર્ગમન 23:31

“અને હું રાતા સમુદ્રથી ફ્રાત નદી સુધી તમાંરી સરહદ નક્કી કરી આપીશ. પલિસ્તીઓના સમુદ્ર પશ્ચિમી સરહદે રહેશે અને પૂર્વી સરહદે અરબી રણ રહેશે. અને એ દેશના વતનીઓને હું તમાંરા હાથમાં સોંપી દઈશ, અને તમે તેમને હાંકી કાઢજો.

પુનર્નિયમ 11:24

અને તમે જયાં જયાં પગ મૂકશો તે બધી ભૂમિ પણ તમાંરી થશે. તમાંરી સરહદ દક્ષિણમાં રણથી તે ઉત્તરમાં લબાનોન સુધી અને પૂર્વમાં ફ્રાત નદીથી તે પશ્ચિમમાં સમુદ્ર સુધી વિસ્તરશે.

પુનર્નિયમ 12:5

યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.

પુનર્નિયમ 12:21

તમાંરા દેવ યહોવાએ પોતાના નામ માંટે પસંદ કરેલું સ્થાન જો બહુ દૂર હોય તો મેં તમને કહ્યું તેમ, તમે યહોવાએ આપેલાં તમાંરાં ઢોર કે ઘેટાં બકરાંમાંથી કોઈને માંરી નાખીને તેનું માંસ તમાંરા ગામમાં છૂટથી તમાંરે ઘરે ખાઈ શકો છો.

Interlinear

Choose Theme