Home Bibles પુનર્નિયમ 12:10 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 12:10 · ગુજરાતી બાઇબલ

તમે યર્દન નદી પાર કરીને તમાંરા દેવ-યહોવાએ તમને જે ભૂમિ આપી છે તેમાં જયારે તમે વસવાટ કરશો, ત્યારે યહોવા તમને તમાંરા ચારે દિશાના દુશ્મનોથી રક્ષણ આપશે અને તમે બધા સુરક્ષિત રીતે સુખે રહી શકશો.

Cross references

લેવીય 25:18

‘માંરા કાનૂનો અને માંરા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહી શકશો;

લેવીય 25:19

જો તમે નિયમોને આધીન થશો તો ભૂમિ મબલખ પાક આપશે તેથી તમે સુરક્ષિત રહેશો અને તૃપ્ત થશો.

પુનર્નિયમ 3:27

પરંતુ પિસ્ગાહ પર્વતની ટોચે જઈને પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં અને પૂર્વમાં નજર કર, ધ્યાનપૂર્વક જોજે, કારણ કે, તું આ યર્દન નદી ઓળંગીને સામે પાર જવાનો નથી.

પુનર્નિયમ 4:22

હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. માંરે નદીની આ બાજુના દેશમાં જ મરવાનું છે. પણ તમે યર્દન ઓળંગીને તે સમૃદ્વ ભૂમિનો કબજો પ્રાપ્ત કરશો.

પુનર્નિયમ 9:1

“હે ઇસ્રાએલી પ્રજાજનો સાંભળો! આજે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા કરતાં મહાન અને શકિતશાળી પ્રજાઓનો દેશ કબજે કરવાના છો. તેમનાં શહેરો મોટાં છે અને તેમને ગગનચુંબી કોટ છે.

પુનર્નિયમ 11:31

ટૂંકમાં જ તમે યર્દન નદી ઓળંગી જશો અને યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરશો અને ત્યાં સ્થાયી થશો.

પુનર્નિયમ 33:12

પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાનો પ્રિય છે, દેવના રક્ષણમાં તે સુરક્ષિત છે. પરાત્પર દેવ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેના ખોળામાં વસે છે.”

પુનર્નિયમ 33:28

ઇસ્રાએલીઓ નિશ્ચિત થઈને સુરક્ષામાં વાસ કરે છે. યાકૂબના વંશજો મબલખ અનાજ અને દ્રાક્ષારસના ભંડાર સમી ધરતી પર, અકળ વરસાવતા આકાશ નીચે સુરક્ષિત રહે છે.

યહોશુઆ 3:17

બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.

યહોશુઆ 4:12

મૂસાએ જણાવ્યું હતું તે મુજબ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધકુળસમૂહની ટુકડીઓ સંપૂર્ણ શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ નદી ઓળંગી ગઈ.

યહોશુઆ 11:23

જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.

યહોશુઆ 14:1

આ ભૂમિઓ કનાનમાં છે જે ઇસ્રાએલીઓએ ફાળવણી દ્વારા મેળવી. વહેચણી યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહોના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

1 શમુએલ 7:12

ત્યારે શમુએલે ત્યાં એક પથ્થર લઈને મિસ્પાહ અને શેન વચ્ચે ઊભો કર્યો. અને તેનું નામ “એબેન-એઝેર” પાડીને કહ્યું કે, “અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે.”

1 રાજઓ 4:25

સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી.

1 કાળવ્રત્તાંત 22:18

વળી તેણે કહ્યું, “યહોવા તમારા દેવ તમારી સાથે છે. આસપાસની પ્રજાઓ સાથે તેમણે તમને શાંતિ આપી છે, કારણકે યહોવાના નામમાં અને તેમના લોકોને માટે મેં તેઓ પર જીત મેળવી છે.

ગીતશાસ્ત્ર 4:8

હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

નીતિવચનો 1:33

પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”

ચર્મિયા 23:6

તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.”

ચર્મિયા 32:37

‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.

ચર્મિયા 33:11

વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે,”સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર” લોકો આ પ્રમાણે કહેશે.કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ. આ યહોવાના વચન છે.

યર્મિયાનો વિલાપ 28:26

તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું,”

યર્મિયાનો વિલાપ 34:25

“હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે બધા ખુલ્લા ગૌચરમાં શાંતિને સુરક્ષામાં વાસો કરશે અને જંગલમાં સૂશે.

યર્મિયાનો વિલાપ 34:28

“હવે પછી ફરી કદી ન તો વિદેશી પ્રજાઓ તેમને સતાવશે કે ન તો જંગલી પ્રાણીઓ તેમને ખાઇ જશે. તેઓ શાંત ચિત્તે કોઇનાપણ ભય વગર રહેશે.

યર્મિયાનો વિલાપ 38:8

લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વષોર્ પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે.

યર્મિયાનો વિલાપ 38:11

તને થશે, ‘હું આ અરક્ષિત દેશ પર ચઢાઇ કરું અને એના દિવાલો કે દરવાજા કે લોખંડના સળીયા વગરના નગરોમાં અને ગામોમાં શાંતિ અને સલામતીમાં વસતા લોકો પર હુમલો કરું.

Interlinear

Choose Theme