આ બધું તમાંરાં સંતાનોએ જોયું કે અનુભવ્યું નથી, પણ તમે તો યહોવાનાં અદભૂત પરાક્રમો નજરોનજર નિહાળ્યાં છે.
Cross references
“બઆલ-પેઓરમાં યહોવાએ જે કંઈ કર્યુ તે તમે પ્રત્યક્ષ જોયું છે. તમાંરા દેવ યહોવાએ તમાંરામાંથી જે કોઈ બઆલ દેવની પૂજા કરવા લાગ્યા હતા તે બધાનો સંહાર કર્યો.
એ કરાર યહોવાએ આપણા પિતૃઓ સાથે નહિ પણ આપણી સાથે કર્યો હતો, જેઓ આજે અહીં જીવતા રહ્યા છે.
યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમેે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.
માંટે તમાંરા દેવ યહોવાની આજ્ઞા સાંભળો. આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો જણાવું છું તેનું પાલન તમાંરે આજથી જ શરૂ કરવાનું છે.”
તેણે ઇસ્રાએલ પ્રજાના સર્વ લોકોને બોલાવ્યા અને કહ્યું, “તમાંરી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના અધિકારીઓને તથા સમગ્ર દેશને યહોવાએ જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;
યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.
યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે, તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.