એ પર્વતો યર્દનની સામે પાર પશ્ચિમે કાંઠાના પ્રદેશમાં વસતા કનાનીઓની ભૂમિમાં રસ્તા ઉપર, મોરેહનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક ગિલ્ગાલની પાસે આવેલા છે.
Cross references
ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.
એ લોકોએ પહેલા મહિનાની દશમી તારીખ યર્દન નદી ઓળંગીને યરીખોની પૂર્વે ગિલ્ગાલમાં પડાવ નાખ્યો,
પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમાંરામાંથી દોષ દૂર કર્યો છે જે તમને મિસરમાં હતો.” તેથી આજથી આ જગાને ગિલ્ગાલ કહેવાશે અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
યરૂબ્બઆલ એટલે કે ગિદિયોન અને તેની સાથેના બધા લોકો વહેલા ઊઠયા અને તેમણે હારોદના ઝરણા નજીક પોતાની છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી ઈસ્રાએલીઓની ઉત્તરે મોરેહ પર્વતની તળેટીની ખીણના પ્રદેશમાં હતી.
વળી તેઓ બેથ ગિલ્ગાલથી તથા ગેબાના અને આઝમાવેથનાઁ પ્રદેશમાંથી પણ એકઠા થયા; કારણકે ગવૈયાઓએ પોતાને માટે યરૂશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.