Home Bibles પુનર્નિયમ 11:25 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 11:25 · ગુજરાતી બાઇબલ

વળી તમાંરી સામે કોઈ ટકી શકશે નહિ, તમાંરા દેવ યહોવાના વચન મુજબ તમે જયાં જયાં જશો ત્યાંના લોકોમાં તે તમાંરી બીક અને ધાક બેસાડવા તમાંરી સાથે રહેશે.

Cross references

નિર્ગમન 23:27

“તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.”

પુનર્નિયમ 2:25

આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’

પુનર્નિયમ 7:24

યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.

યહોશુઆ 1:5

તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.

યહોશુઆ 2:9

“મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.

યહોશુઆ 5:1

જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.

1 કાળવ્રત્તાંત 14:17

દાઉદની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઇ અને યહોવાએ બધી પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.

Interlinear

Choose Theme