Home Bibles પુનર્નિયમ 11:15 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 11:15 · ગુજરાતી બાઇબલ

તમાંરાં ઢોરઢાંખર માંટે તે લીલાંછમ ગૌચરો આપશે. તમાંરી પાસે પુષ્કળ ખોરાક હશે અને તમને ધરાઈને જોઈએ તેટલું ખાવા મળશે.’

Cross references

લેવીય 26:5

તમાંરે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ પાકયા કરશે, અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.

પુનર્નિયમ 6:11

ત્યાં સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર છે, જે તમે વસાવ્યાં નથી. પથ્થરમાં ખોદી કાઢેલા કૂવા છે, જે તમે ખોઘ્યા નથી; તથા દ્રાક્ષની અને જૈતૂનની વૅંડીઓ છે, જે તમે વાવેલી નથી, ત્યાં તમે પુષ્કળ પ્રમૅંણમાં ખાશો ને તૃપ્ત થશો.

પુનર્નિયમ 8:10

ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો ત્યારે તમાંરા યહોવા દેવે જે સમૃદ્વ ભૂમિ તમને આપી છે તે માંટે તમે તમાંરા દેવ યહોવાનો આભાર માંનશો.

1 રાજઓ 18:5

આહાબે ઓબાદ્યાને જણાવ્યું, “ચાલ, આપણે બંને આખા દેશમાં ફરીને એકેએક ઝરણું અને એકેએક નદી જોઈ વળીએ. જો આપણને પૂરતું ઘાસ મળી જાય તો આપણા ઘોડાઓ અને ખચ્ચરોને થોડાં સમય માંટે જીવતાં રાખી શકીએ, નહિ તો આપણે તેમની હત્યા કરવી પડશે.”

ગીતશાસ્ત્ર 104:14

તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.

ચર્મિયા 14:5

ઘાસની અછતને કારણે હરણી પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે.

યોએલ 1:18

ઢોર ભાંભરી રહ્યાં છે! અને બળદો મુંજાયા છે; કારણકે તેઓ માટે ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ પણ કષ્ટ સહન કરી રહ્યાં છે.

યોએલ 2:19

યહોવાએ પોતાના લોકોને જવાબ આપ્યો, “જુઓ, હું તમને સંતોષ થાય તેટલા પૂરતાં અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. હવે હું તમને વિદેશીઓ સમક્ષ હજી વધારે લજ્જિત થવા નહીં દઉ.

યોએલ 2:22

હે વનચર પશુઓ, તમે ડરશો નહિ; કારણકે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંતા થશે.

હાગ્ગાચ 1:6

‘તમે ઘણું વાવ્યું છે, પણ ઘેર તો થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઇને નહિ, તમે પીઓ છો ખરા’ પણ પીવાથી તૃપ્ત થતા નથી; તમે વસ્ત્રો પહેરો છો, પણ કોઇમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”‘

માલાખી 3:10

“ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ?

Interlinear

Choose Theme