Home Bibles દારિયેલ 6:5 · ગુજરાતી બાઇબલ
દારિયેલ 6:5 · ગુજરાતી બાઇબલ

“જ્યારે તેઓને ભૂલ કે, ખોડખાંપણ જડી નહિ, ત્યારે તેઓને પ્રતિતી થઇ કે, તેઓ તેની કામગીરી બાબત કોઇ દોષ શોધી નહિ શકે, અને તેથી તેમણે તેના નિયમ બાબતે કોઇ દોષ શોધીને, તેની સામે તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ.”

Cross references

1 શમુએલ 24:17

પછી તેણે દાઉદને કહ્યું, “ન્યાય તારે પક્ષે છે, માંરે પક્ષે નથી, તેં માંરું કેટલું બધું ભલું કર્યુ છે પણ હું તારા પર ક્રૂર હતો.

એસ્તેર 3:8

ત્યારે હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાંની બીજી પ્રજાઓ વચ્ચે એક પ્રજાના લોકો પ્રસરેલા છે; બીજા બધા લોકો કરતાં તેમના રીત રિવાજો જુદા છે અને તેઓ આપ નામદારના કાનૂનો સુદ્ધાં માનતા નથી. તેમને નભાવી લેવા તે તમારા હિતમાં નથી.”

ગીતશાસ્ત્ર 37:32

દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.

યોહાન 19:6

જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!”પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”

પ્રેરિતોનાં ક્રત્યો 24:13

આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 24:20

જ્યારે હું યરૂશાલેમમાં યહૂદિઓની ન્યાયસભામાં ઊભો હતો ત્યારે તેઓએ મારામાં કશું ખોટું જોયું હોય તો આ યહૂદિઓને અહીં પૂછો.

Interlinear

Choose Theme