હવે જ્યારે દેવે કૃપા કરી છે અને આસ્પનાઝના હૃદયમાં દાનિયેલ પ્રત્યે માન હતું તેથી તેણે દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. અને તેને કહ્યું,
Cross references
પછી પુરુષે કહ્યું, “હવે તારું નામ યાકૂબ નહિ પણ ઇસ્રાએલ કહેવાશે. કારણ કે તેં દેવ સાથે તથા પુરુષો સાથે લડીને વિજય મેળવ્યો છે.”
પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ.
તેમણે તમાંરી સામે કરેલાં બધાં પાપો અને ગુનાઓની ક્ષમાં આપજો, તેમને કેદ કરનારાઓનાં હૃદયમાં દયા જગાડજો;
ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે.
હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”
રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?”ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી.
જ્યારે હેગેએ એસ્તેરને જોઇ ત્યારે તે તેનાથી ખૂબજ પ્રભાવિત થયો અને તેને પ્રસન્ન રાખવા તેણે પોતાનાથી બનતું બધું જ કર્યુ. તેણે એસ્તેર માટે તરત જ સૌંદર્ય પ્રસાધનો અને વિશિષ્ટ ખોરાકની વ્યવસ્થા કરી આપી અને રાજમહેલમાંથી તેને સાત ચૂંટેલી દાસીઓ પણ આપી, ઉપરાંત તેણીને અને તેણીની દાસીઓને જનાનખાનાનો શ્રે ભાગ રહેવા માટે આપ્યો.
તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે. તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
જ્યારે કોઇ વ્યકિતના જીવનથી યહોવા ખુશ થાય છે ત્યારે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે.
યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી.