Home Bibles આમોસ 2:16 · ગુજરાતી બાઇબલ
આમોસ 2:16 · ગુજરાતી બાઇબલ

યોદ્ધાઓમાનો સૌથી બહાદુર પણ તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એમ યહોવા કહે છે.

Cross references

ન્યાયાધીશો 4:17

સીસરા ભાગી ગયો અને દોડતો કેની હેબેરની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો. કારણ હાસોરના રાજા યાબીન અને કેની હેબેરના પરિવાર વચ્ચે સારા પારિવારીક સંબંધો હતાં.

2 રાજઓ 7:8

રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું.

ચર્મિયા 48:41

તેનાં નગરોનો નાશ થશે, તેના મજબૂત કિલ્લાઓને કબજે કરવામાં આવશે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીઓની જેમ તેના શૂરવીર યોદ્ધાઓ ભયથી ધ્રૂજશે.

માર્ક 14:52

તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો.

Interlinear

Choose Theme