Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 7:45 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 7:45 · ગુજરાતી બાઇબલ

પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા.

Cross references

પુનર્નિયમ 32:49

“મોઆબના પ્રદેશમાં યરીખોની સામે અબારીમના પર્વતોમાં નબો પર્વત પર જા, તેની ટોચ પર ચઢીને ઇસ્રાએલી લોકોને હું જે કનાનનો પ્રદેશ આપવાનો છું તે તું જોઈ લે.

યહોશુઆ 3:6

બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.

યહોશુઆ 3:11

જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે.

યહોશુઆ 18:1

સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.

યહોશુઆ 23:9

“યહોવાએ મહાન કાર્ય કર્યુ છે અને તમાંરી સામેથી મહાન અને શક્તિશાળી રાષ્ટ્રોને હાંકી કાઢયાં છે અને કોઈ પણ તમાંરી વિરૂદ્ધ ઉભું રહેવા સમર્થ નથી.

યહોશુઆ 24:18

“તેમણે જ અમોરીઓને અને આ દેશમાં રહેતા બીજા બધા લોકોને અમાંરા માંર્ગમાંથી હાંકી કાઢયા હતા. એટલે અમે પણ યહોવાની જ સેવા કરીશું. કારણ તે અમાંરા દેવ છે.”

ન્યાયાધીશો 18:31

મુલાકાત મંડપ જયાં સુધી દેવનું ઘર શીલોહમાં રહ્યું ત્યાં સુધી દાનના કુળે મીખાહની મૂર્તિઓનું ભજન કર્યુ.

1 શમુએલ 4:4

તેથી લોકોએ દેવનો કરારકોશ લાવવા માંટે માણસોને શીલોહ મોકલ્યા. કોશની ઉપર કરૂબ દેવદૂતો હતા, જે દેવના સિંહાસન જેવા હતા. એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ કોશની સાથે આવ્યા.

2 શમએલ 6:1

દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા.

1 રાજઓ 8:4

તે યાજકો અને લેવીઓ યહોવાના પવિત્રકોશને મુલાકાત મંડપમાં લાવ્યા અને બીજી બધી વસ્તુઓને જે યહોવાને પૂજવા માંટે વપરાતી હતી.

1 કાળવ્રત્તાંત 7:27

એનો પુત્ર નૂન, ને એનો પુત્ર યહોશુઆ હતો.

1 કાળવ્રત્તાંત 15:1

યરૂશાલેમમાં દાઉદે દાઉદનગરમાં પોતાના માટે આવાસ બાંધ્યા અને ‘દેવના કોશ’ માટે નવો મંડપ બંધાવ્યો.

1 કાળવ્રત્તાંત 16:39

યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા.

Interlinear

Choose Theme