Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 7:11 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 7:11 · ગુજરાતી બાઇબલ

પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.

Cross references

ઊત્પત્તિ 41:54

અને યૂસફના કહ્યા પ્રમાંણે દુકાળનાં સાત વર્ષની શરૂઆત થઈ. બીજા બધા દેશોમાં તો દુકાળ હતો પરંતુ સમગ્ર મિસરમાં અનાજની ખોટ નહોતી.

ઊત્પત્તિ 42:5

આમ, કનાનના પ્રદેશમાં દુકાળ હતો એટલે બીજા લોકોની સાથે ઇસ્રાએલના પુત્રો પણ અનાજની ખરીદી માંટે આવ્યા.

ઊત્પત્તિ 43:1

દેશમાં ભયંકર કારમો દુકાળ હતો. ખાવા માંટેનું કોઈ અનાજ ત્યાં ઊગતું ન હતું.

ઊત્પત્તિ 45:5

માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.

ઊત્પત્તિ 45:11

કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ.

ઊત્પત્તિ 47:13

આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

ગીતશાસ્ત્ર 105:16

તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.

Interlinear

Choose Theme