Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 28:30 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 28:30 · ગુજરાતી બાઇબલ

પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો. જેઓ તેને મળવા ત્યાં આવતા હતા. તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો.

Cross references

ચર્મિયા 37:21

જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યમિર્યાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યમિર્યા રાજમહેલની જેલમાં રહ્યો.

ચર્મિયા 38:13

યમિર્યાએ તે પ્રમાણે કર્યું. અને તેને દોરડા વડે ધાતુના ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો અને પહેલા જ્યાં હતો ત્યાં રક્ષકઘરમાં મોકલી અપાયો.

યોહાન 1:39

ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 19:21

આ બિના બન્યા પછી, પાઉલે યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે મકદોનિયા તથા અખાયાના પ્રદેશમાં થઈને પછી યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે વિચાર્યુ, “મારી યરૂશાલેમની મુલાકાત પછી મારે રોમની મુલાકાત લેવી જોઈએ.”

પ્રેરિતોનાં ક્રત્યો 24:27

પણ બે વરસ પછી પોર્કિયુસ ફેસ્તુસ હાકેમ બન્યો. તેથી ફેલિકસ લાંબો સમય હાકેમ ન રહ્યો. પરંતુ ફેલિક્સે પાઉલને બંદીખાનામાં નાખ્યો કારણ કે ફેલિકસ યહૂદિઓને ખુશ કરવા કંઈક કરવા ઇચ્છતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 28:16

પછી અમે રોમ ગયા. રોમમાં પાઉલને એકલા રહેવાની છૂટ મળી. પણ એક સૈનિક તેની ચોકી માટે પાઉલની સાથે રહ્યો.

રોમનોને પત્ર 15:32

જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો.

2 કરિંથીઓને 6:5

જ્યારે અમને મારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે લોકો બેચેન થઈ જાય છે અને અમારી સાથે ઝઘડે છે, જ્યારે અમે સખત કામ કરીએ છીએ અને જ્યારે અમને આહાર કે નિંદ્રા મળતાં નથી.

2 કરિંથીઓને 11:23

શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.

ફિલિપ્પીઓને પત્ર 1:13

હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે.

2 તિમોથીને 1:17

ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી.

2 તિમોથીને 4:2

લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.

Interlinear

Choose Theme