પ્રેરિતોનાં ક્રત્યો 28:1 · ગુજરાતી બાઇબલ
જ્યારે અમે જમીન પર સલામત હતા અમે જાણ્યું કે ટાપુ માલ્ટા કહેવાતો હતો.
Cross references
પ્રેરિતોનાં ક્રત્યો 16:10
પાઉલે દર્શન જોયું પછી, અમે તરત જ મકદોનિયા જવાની તૈયારી કરી. અમે સમજ્યા કે દેવે અમને પેલા લોકોને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.
પ્રેરિતોનાં ક્રત્યો 27:26
પણ આપણે એક બેટ પર અથડાવું પડશે.”
પ્રેરિતોનાં ક્રત્યો 27:39
જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 27:44
બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ.