Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 27:6 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 27:6 · ગુજરાતી બાઇબલ

મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 6:9

પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 18:24

એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો.

પ્રેરિતોનાં ક્રત્યો 27:1

તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 28:11

તે વહાણ શિયાળાના સમય દરમ્યાન માલ્ટા ટાપુ પર રહ્યુ. વહાણની સામે દિયોસ્કુરીની નિશાની હતી.

Interlinear

Choose Theme