Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 24:12 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 24:12 · ગુજરાતી બાઇબલ

આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી.

Cross references

યોહાન 18:21

તો પછી તું મને શા માટે પ્રશ્ન કરે છે? જે લોકોએ મારો બોધ સાંભળ્યો છે તેઓને પૂછ. “મેં શું કહ્યું તે તેઓ જાણે છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 24:5

આ માણસ (પાઉલ) પીડાકારક છે. તે દુનિયામાં દરેક જગ્યાએ યહૂદિઓમાં મતભેદ ફેલાવે છે. તે નાઝરેથના સમૂહનો આગેવાન છે.

પ્રેરિતોનાં ક્રત્યો 24:18

જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:8

પાઉલે પોતાના બચાવ માટે જે કહ્યું તે આ છે. “મેં યહૂદિઓના નિયમ વિરૂદ્ધ, મંદિર વિરૂદ્ધ કે કૈસર વિરૂદ્ધ કશું ખોટું કર્યુ નથી.”

પ્રેરિતોનાં ક્રત્યો 28:17

ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા.. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે.

Interlinear

Choose Theme