અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા, અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા. તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું.
Cross references
“જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો.
જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.
જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા.
બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.
“પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી.
અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
અમને ત્યાં કેટલાએક વિશ્વાસીઓ મળ્યા. તેઓએ પોતાની સાથે એક અઠવાડિયું રહેવા માટે કહ્યું. આખરે અમે રોમ આવ્યા.
ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી.
પ્રભુને દહાડે આત્માએ મને કાબુમાં રાખ્યો. મેં મારી પાછળ મોટી વાણી સાંભળી, તે વાણી રણશિંગડાના અવાજ જેવી હતી.