પ્રેરિતોનાં ક્રત્યો 19:20 · ગુજરાતી બાઇબલ
આમ પ્રભુની વાત પરાક્રમથી વધારે ને વધારે લોકોને અસર કરવા લાગી અને વધુ ને વધુ લોકો વિશ્વાસી બન્યા.
Cross references
યશાયા 55:11
તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે અને હંમેશ ફળ આપે છે. મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”
પ્રેરિતોનાં ક્રત્યો 6:7
દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.
પ્રેરિતોનાં ક્રત્યો 12:24
દેવની વાત પ્રસરતી હતી અને વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરતી હતી. વિશ્વાસીઓનો સમૂહ મોટો ને મોટો થતો જતો હતો.
2 થેસ્સલોનિકીઓને 3:1
ભાઈઓ અને બહેનો, હવે અમારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુની વાતનો ઝડપી ફેલાવો થાય અને પ્રાર્થના કરો કે જેમ તમે તે વાતને સન્માનેલ, તેમ અન્ય લોકો પણ તેને સન્માને.