Home Bibles ☰ Books પ્રેરિતોનાં ક્રત્યો 18:20 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 18:20 · ગુજરાતી બાઇબલ

યહૂદિઓએ પાઉલને વધારે લાંબો સમય રહેવા માટે કહ્યું, પણ તેણે અસ્વીકાર કર્યો.

Cross references

માર્ક 1:37

તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, ‘બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!’

પ્રેરિતોનાં ક્રત્યો 20:16

પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 21:13

પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”

1 કરિંથીઓને 16:12

હવે આપણા ભાઈ અપોલોસ વિષે: બીજા ભાઈઓ સાથે તમારી મુલાકાત લેવા મેં તેને ઘણો પ્રોત્સાહિત કર્યો. પરંતુ અત્યારે નહિ આવવા માટે તે ઘણો જ મક્કમ હતો. પરંતુ જ્યારે તેને તક મળશે ત્યારે તે આવશે.પાઉલના પત્રની પૂર્ણાહૂતિ

Interlinear

Choose Theme